Ticker

6/recent/ticker-posts

Diwali Muhurt 2023/ દિવાળી શુભ મુહુર્ત 2023/Diwali shubh muhurt 2023 full detail List

Diwali Muhurt 2023/ દિવાળી શુભ મુહુર્ત 2023/Diwali shubh muhurt 2023 full detail List


દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં આ તહેવારનો અલગ જ આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. આ દિવસે આખો દેશ રોશનીથી ઝગમગી ઉઠે છે. હિન્દુ ધર્મમાં દિવાળીને સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે જાય છે અને તેમને સુખ-સંપત્તિનો આશીર્વાદ આપે છે. દિવાળીના દિવસે ભગવાન રામ લંકાપતિ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ આખા અયોધ્યાને રોશનીથી શણગારી હતી.



ત્યારથી સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી (Diwali Celebrations 2023) કરવામાં આવે છે. આ દિવસે લોકો દીવા પ્રગટાવીને આનંદની ઉજવણી કરે છે. ત્યારે અહી આ વર્ષે દિવાળી પર શુભ મુહૂર્ત (Diwali Muhurt 2022) અને પૂજાવિધિ અંગે જાણકારી આપવામાં આવી છે.

Diwali Shubh muhurt: દિવાળી શુભ મુહુર્ત: ભાઇબીજ શુભ મુહુર્ત: ધનતેરસ શુભ મુહુર્ત: બેસતુ વર્ષ શુભ મુહુર્ત: દિવાળી ના તહેવારો નજીક આવી રહ્યા છે. દિવાળી ના તહેવારોની આખા દેશમા ધામધૂમથી ઉજવણી કરવામા આવે છે. આ તહેવારો ધનતેરસ થી ચલૌ થાય છે અને લાભપાંચમ સુધી ચાલે છે. દિવાળી ના તહેવારોમા ખરીદી અને અન્ય શુભ કાર્યો માટે શુભ મુહુર્ત નુ ખૂબ જ મહત્વ રહેલુ છે.

Diwali Muhurt 2023


પુષ્ય નક્ષત્ર શુભ મુહુર્ત

પુષ્ય નક્ષત્ર મા ખરીદી નુ ખૂબ જ મહત્વ રહેલુ છે. પુષ્ય નક્ષત્ર તા.4-11-2023 શનીવાર ના રોજ છે. જેના શુભ મુહુર્ત બપોરે 12:30 થી 4:30 વાગ્યા સુધી અને સાંજે 6:00 થી 7:30 વાગ્યા સુધી રહેશે.

ધનતેરસ શુભ મુહુર્ત

ખરીદી માટે ધનતેરસ ખૂબ જ શુભ માનવામા આવે છે. ધનતેરસ ના દિવસે લોકો સોનુ, ચાંદિ, અને ઈલેકટ્રોનીક વતુઓ જેવી ખરીદી કરવા ઉમટી પડતા હોય છે. ધનતેરસ આ વર્ષે તારીખ 10-11-2023 શુક્રવાર ના દિવસે છે. ધનતેરસ ના શુભ મુહુર્ત નીચે મુજબ છે.

બપોરે 12:40 વાગ્યાથી 1:35 વાગ્યા સુધી
સાંજે 4:35 વાગ્યા થી 5:55 વાગ્યા સુધી
રાત્રે 9:10 વાગ્યા થી 10:45 વાગ્યા સુધી

તથા તારીખ 11-11-2023 ના રોજ બપોર સુધી ધનતેરસ રહેશે.

કાળી ચૌદસ શુભ મુહુર્ત

કાળી ચૌદસ તારીખ 11-11-2023 ના રોજ બપોરે 1:58 વાગ્યાથી રહેશે.

દિવાળી શુભ મુહુર્ત

આ વર્ષે દિવાળી કઇ તારીખે છે તે બાબતે ઘણુ કંફ્યુઘન છે. દિવાળી તા.12-11-2023 રવિવાર ના રોજ છે. દિવાળી ના શુભ મુહુર્ત નીચે મુજબ છે.બપોરે 1:30 વાગ્યા થી 2:45 વાગ્યા સુધી
સાંજે 6:00 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી
રાત્રે 12:30 વાગ્યા થી 2:15 વાગ્યા સુધી

પડતર દિવસ/ ધોકો

પડતર દિવસ કે ધોકો આ વર્ષે તા. 13-11-2023 ના રોજ રહેશે. આ દિવસ દિવાળી અને બેસતા વર્ષ ની વચ્ચે નો દિવસ હોય છે.

નૂતન વર્ષ શુભ મુહુર્ત

બેસતુ વર્ષ કે નૂતન વર્ષ નુ ખૂબ જ મહત્વ રહેલુ હોય છે.બેસતા વર્ષ ના શુભ મુહુર્ત સવારે 9:35 થી બપોરે 1:35 વાગ્યા સુધી રહેશે.

ભાઇબીજ શુભ મુહુર્ત

ભાઇબીજ તારીખ 15-11-2023 ના રોજ છે. ભાઇબીજ નાના શુભ મુહુર્ત સવારે 8:15 વાગ્યાથી 12:30 સુધી રહેશે.

લાભ પાંચમ શુભ મુહુર્ત

લાભ પાંચમ તા. 18-11-2023 શનીવાર ના રોજ છે. લાભ પાંચમ ના શુભ મુહુર્ત સવારે 8:20 વાગ્યાથી 9:35 વાગ્યા સુધી અને બપોરે 12:25 વાગ્યાથી 1:25 વાગ્યા સુધી રહેશે.