Ticker

6/recent/ticker-posts

આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9 માં પ્રવેશ પરીક્ષા અંગેની જાહેરાત શૈક્ષણિક વર્ષ 2023-24

આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9 માં પ્રવેશ પરીક્ષા અંગેની જાહેરાત શૈક્ષણિક વર્ષ 2023-24

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તા પૂર્ણ શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રહેઠાણની સુવિધા સાથે આદર્શ નિવાસી શાળાઓની યોજના અમલમાં મુકેલ છે. જેમાં છાત્રોને વિના મૂલ્યે રહેવા, જમવા, ગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે.

હાલ રાજ્યમાં આદિજાતિ કુમારો માટેની 26 શાળાઓ કન્યા માટે 26 શાળાઓ અને કુમાર કન્યા મિશ્ર માટેની 23 શાળાઓ મળીને કુલ 75 આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે.


આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ:

આગામી શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ 9 માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. પ્રાવેશિક પરીક્ષાના મેરીટ ના આધારે ધોરણ 9 માં પ્રવેશ આપવામાં આવશે.

જ્યારે ઉપરોક્ત શાળાઓમાં ધોરણ 10 થી 12 ની સંખ્યા સામે ખાલી પડેલ બેઠકો લાયક વિદ્યાર્થીઓની ભરવામાં આવતી હોય પ્રવેશ મેળવવા માટે સંબંધિત આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

નિવાસી શાળામાં પ્રવેશ માટેની પાત્રતાનું ધોરણ:

➡️ ધોરણ 8 પાસ કરેલ અને ધોરણ 9 માં પ્રવેશ માટેની પ્રાવેશિક પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

➡️ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના છાત્રો માટે આવક મર્યાદા નથી.

➡️ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના છાત્રો માટે વાલીની વાર્ષિક આવક રાજ્ય સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવે તે મુજબ રહેશે.

નિવાસી શાળામાં પ્રવેશ માટે જાતિવાર જગ્યાઓનું પ્રમાણ:

✔️ અનુસૂચિત જનજાતિના છાત્રો: 60%
✔️ અનુસૂચિત જાતિના છાત્રો: 10%
✔️ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના છાત્રો: 15%
✔️ આર્થિક રીતે પછાત વર્ગના છાત્રો: 15%

પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઈટ:

આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9 માં પ્રવેશ મેળવવા માગતા છાત્રો આ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરવા માટે આ વેબસાઈટ 21/3/2023 ના રોજ બપોરે 12:00 કલાકે ખુલશે તેમજ 6/4/2023 ના રોજ સાંજના 18:00 કલાકે બંધ થશે.


પ્રાવેશિક પરીક્ષા માટેના પરીક્ષા કેન્દ્રની ફાળવણી:

ઓનલાઇન અરજી ફોર્મમાં ઉમેદવારે પસંદ કરેલ જિલ્લો અને તે જિલ્લાના આપેલ તાલુકાઓમાંથી પસંદ કરેલ તાલુકો ધ્યાને લઇ જે તે તાલુકાના કોઈ એક પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારની ફાળવણી કરવામાં આવશે જેનું પ્રવેશપત્ર ઉમેદવારે ઉપરોક્ત વેબસાઈટ પરથી જ સમયસર ડાઉનલોડ કરી લેવાનું રહેશે.

પ્રવેશપત્ર પ્રસિદ્ધ કરવાની તારીખ વેબસાઈટ ઉપર તારીખ 11/4/2023 પછીથી જાહેર કરવામાં આવશે. પ્રવેશપત્ર ડાઉનલોડ કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો પોતાની શાળાના આચાર્ય શ્રી અથવા નજીકની આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

પરીક્ષા પદ્ધતિ:

પરીક્ષા આગામી 23/4/2023 રવિવારના રોજ યોજવામાં આવશે. પરીક્ષાના દિવસે ઉમેદવારે બપોરે 14:00 કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે. પરીક્ષાનો સમય બપોરના 15:00 કલાકથી 17:00 કલાક સુધીનો રહેશે. પ્રવેશ પરીક્ષા ધોરણ 8 ના અભ્યાસક્રમને અનુલક્ષીને લેવાશે. પ્રશ્નપત્રમાં ભાષા કૌશલ્ય ક્ષમતા, ગણિત, વિજ્ઞાન તેમજ બુદ્ધિમત્તાને લગતા વિષયમાંથી વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે.

પરીક્ષા ઓ.એમ.આર પદ્ધતિ લેવામાં આવશે તેમજ પ્રશ્નપત્ર લખવા માટેનો કુલ સમય બે કલાકનો રહેશે.

અગત્યની તારીખો:

ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની તારીખ: 21/03/2023
પરીક્ષા તારીખ: 23/04/2023 (રવિવાર)
પરિણામ જાહેર કરવાની તારીખ: ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

Important Link: